Rajkot : જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર, વીમા કવચ 7.50 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય, જુઓ Video

|

Jul 31, 2024 | 1:07 PM

રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણની બેઠક મળી છે. જેમાં મોટા અને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સુરક્ષાની બાબતો પર વિષેશ ધ્યાન આપવામાં આવ્યુ છે.

Rajkot  News : ગુજરાતભરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણની બેઠક મળી છે. જેમાં મોટા અને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સુરક્ષાની બાબતો પર વિષેશ ધ્યાન આપવામાં આવ્યુ છે. જેના પગલે આ વર્ષે લોકમેળાનું વીમા કવચ 7.50 કરોડ રુપિયા કરવાનો નિર્યણ કર્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડનો વીમો વધારી 7.50 કરોડ કરાયો છે.

એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો 3ને બદલે 5 રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળામાં એન્ટ્રી ગેટ રાત્રે 11.30 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. જ્યારે સિક્યોરિટી સ્ટાફ જે 100 રહેતા તે વધારી 125 કરવામાં આવ્યો છે.

Next Video