Jamnagar : ભારે વરસાદથી ગોકુલનગરમાં ભરાયા પાણી, જુઓ Video
જામનગરમાં ભારે વરસાદથી ગોકુલનગર આખું પાણીમાં ગરકાવ થયું છે. ખાખી નગરમાં મોટા પાયે પાણી ભરાતા લોકોને હલકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Jamnagar: ભારે વરસાદથી ગોકુલનગર પાણીમાં ગરકાવ થયું છે. ગોકુલનગર અને ખાખી નગરમાં મોટા પાયે પાણી ભરાયા છે. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં ભારે હાલાકી સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે કરેલ દે ધનાધન ફટકાબાજી બાદ હવે સૌરાષ્ટ્રના જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં 7 ઈંચ વરસાદથી મોટાભાગના રસ્તા નહેર જેવા બની ગયા છે. સંખ્યાબંધ વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક સોસાયટીમાં પાણી ઘૂસી જતા પ્રજાને હાલાકી અને નુકસાન ભોગવવું પડ્યું. જામનગર મનપાના તમામ પ્રિ-મોન્સૂન આયોજનો પર પાણી ફરી વળ્યું.
આ પણ વાંચો : ગાંધીધામમાં ધોધમાર વરસાદ, ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો થયા પરેશાન, જુઓ Video
મેઘરાજાએ જામનગરને બરાબરનું ધમરોળ્યું છે. બારે મેઘ ખાંગા થયા હોય એમ અનરાધાર 7 ઈંચ જેટલું પાણી વરસ્યું. જામનગરના સંખ્યાબંધ વિસ્તારો જળમગ્ન બની ગયા. બેડી ગેટ, ટાઉનહોલ હોય કે પછી તીનબત્તી. જ્યાં નજર જાય ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. ટાઉન હોલની આસપાસનો રસ્તો બેટમાં ફેરવાયો. તો જામનગર જિલ્લા પંચાયત અને સર્કિટ હાઉસમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ભીમવાસના સંખ્યાબંધ રહેણાંક મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટુ નુકસાન પહોંચ્યું.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
