Jamnagar Video : ભાજપના નગર સેવિકાના પતિ અને વેપારી વચ્ચે નજીવી બાબતે થયો ઝઘડો

| Edited By: | Updated on: Oct 27, 2023 | 9:56 AM

જામનગરના ભાજપ નગર સેવિકાના પતિ અને વેપારી વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. નગરસેવિકાના પતિને માર મારતો વીડિયો વાયરલ થયો છે. દશેરા દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યુ હતુ. તો દરબારગઢ શાક માર્કેટ વિસ્તારમાં નજીવી બાબતે આ ઝઘડો થયો હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ આગેવાનોની હાજરીમાં નગર સેવિકાના પતિને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગેવાનોએ દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો.

Jamnagar : જામનગરના ભાજપ નગર સેવિકાના પતિ અને વેપારી વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. નગરસેવિકાના પતિને માર મારતો વીડિયો વાયરલ થયો છે. દશેરા દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યુ હતુ. તો દરબારગઢ શાક માર્કેટ વિસ્તારમાં નજીવી બાબતે આ ઝઘડો થયો હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ આગેવાનોની હાજરીમાં નગર સેવિકાના પતિને માર મારી રહ્યો છે. આ ઉપરાંત આગેવાનોએ દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો : Jamnagar Video: તહેવારોને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ, ઘીના નમૂનાને તપાસ માટે વડોદરા મોકલાશે

રાજકોટમાં બે જૂથ વચ્ચે થયુ હતુ અથડામણ

તો બીજી તરફ રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટના કુવાડવાના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી.જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીનમાંથી પથ્થર ભરવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ મામલો બિચકતા મારામારી થઈ હતી.જે ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બબાલમાં ટોળાએ કાર અને બાઈકમાં તોડફોડ કરી હતી.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો