Jamnagar Video: તહેવારોને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ, ઘીના નમૂનાને તપાસ માટે વડોદરા મોકલાશે
આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડાના ન થાય તે માટે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગે મેગા ડ્રાઇવ હાથ ધરી છે. તહેવારોમાં ભેળસેળ યુક્ત ઘી શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગની ટીમે કવાયત હાથ ધરી છે.ત્યારે ગ્રેઈન માર્કેટમાં આવેલી અલગ અલગ ખાદ્ય પદાર્થના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યાં હતા અને દુકાનોમાંથી ઘીના નમૂના લીધા હતા.
Jamnagar News : આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી છે. તહેવારોમાં ભેળસેળ યુક્ત ઘી શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગની ટીમે કવાયત હાથ ધરી છે. ત્યારે ગ્રેઈન માર્કેટમાં આવેલી અલગ અલગ ખાદ્ય પદાર્થના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યાં હતા અને દુકાનોમાંથી ઘીના નમૂના લીધા હતા.
આ પણ વાંચો : Jamnagar Breaking Video : શહેરના પોશ વિસ્તારમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, લોકોમાં ભયનો માહોલ
હાલ ઘીના નમૂનાને તપાસ માટે વડોદરાની લેબોરટરીમાં મોકલવામાં આવ્યાં છે. એટલું જ નહીં આગામી દિવસોમાં પણ આરોગ્ય વિભાગની ટીમ મીઠાઈ અને ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરશે તો આ અગાઉ પણ જામનગરના ગોકુલ વિસ્તારમાંથી 35 કિલો જેટલુ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો હતો.ઘી માં ભેળસેળ થવાની આશંકાએ ગોકુલ વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 12250ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
