Jamanagar : રામ રાખે તેને કોણ ચાખે, 575 ગ્રામની નવજાત બાળકીએ 79 દિવસ વેન્ટિલેટરમાં રહીને મોતને માત આપી

Jamnagar : રામ રાખે તેને કોણ ચાખે. આ સૂત્ર નવજાત બાળકીએ સાબિત કરી છે નવજાત બાળકીએ(New born baby).

Charmi Katira
| Edited By: | Updated on: Jun 04, 2021 | 9:12 AM

Jamnagar : રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને નવજાત બાળકીએ સાબિત કરી છે. નવજાત બાળકીએ (New born baby). જામનગરમાં અધુરા માસે જન્મેલી બાળકીએ 125 દિવસની સારવાર મેળવીને મોતને મ્હાત આપી છે. સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICUમાં રહી હશે.

અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ જોવા મળેલી હતી. બાળકીનો 25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહીનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મ થયો હતો. જે બાળકીનું વજન માત્ર પાંચસો પંચોતેર ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી.અને તેને નવજીવન મળ્યું છે. આ બાદ તેનું વજન 2.200 કિલો થઇ ગયું હતું.

નોંધનીય છે કે, અધૂરા માસે જન્મેલી આ બાળકીને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ફુલવો, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વિગેરે ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ હતી.પરંતુ અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરીની મદદથી ડોકટરની ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા મેળવી.

બાળકી જયારે અધુરા સામે જન્મ થતા માતા-પિતા ચિંતિત થયા હતા. બાળકીની આ હાલતના કારણે અનેક હોસ્પિટલના પગથિયાં ચડયા હતા. પરંતુ યોગ્ય સારવાર મળતા 125 દિવસની સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોચી છે. તેથી વાલીએ ખુશી વ્યકત કરી છે. રામ રાખે તેને કોણ ચાખેની કહેવત પણ આ બાળકી એ ફરી સાબિત કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">