જામનગર ફિઝિયોથેરાપી કોલેજ રેગિંગ કેસમાં કસૂરવાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાયા

જામનગર ફિઝિયોથેરાપી કોલેજ રેગિંગ કેસમાં કસૂરવાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાયા
Jamnagar Physiotherapy College ragging case (File Photo)

આ ફરિયાદ એન્ટી રેગીગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. ત્રણ સભ્યોની એન્ટી રેગીંગ કમિટીએ આ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ 41 જેટલા વિધાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા.

Divyesh Vayeda

| Edited By: Chandrakant Kanoja

Dec 25, 2021 | 4:05 PM

જામનગર(Jamnagar) શહેરની મેડીકલની વિવિધ ફેકલ્ટી માટે પ્રખ્યાત છે. જ્યારે જામનગર ફિઝિયોથેરાપી કોલજમાં (Physiotherapy College )  વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીઓનું રેગીંગ(Ragging) કરતા હોવાની ફરીયાદો પણ સામે આવી છે. જેમાં થોડા દિવસ પૂર્વે જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગીંગ કરતા હોવાની ફરીયાદ કરી હતી. જેમાં એન્ટી રેગીંગ કમીટી દ્રારા તપાસ અહેવાલ બાદ કસુરવાર 15 વિધાર્થીઓને સામે કડક પગલા લેવામાં આવ્યા છે.

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલના 15 છાત્રોએ જુનીયર વિદ્યાર્થીઓને હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જે અહેવાલના પગલે કોલેજ પ્રસાશન દ્રારા 15 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે.

સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયસ હોસ્ટેલના બીજા વર્ષના 28 વિદ્યાર્થીઓની લેખિતમાં રેગીંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગીગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. ત્રણ સભ્યોની એન્ટી રેગીંગ કમિટીએ આ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ 41 જેટલા વિધાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી શુક્રવારે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સજાની જાહેરાત કરી હતી.

સરકારી કોલેજના પ્રિન્સિપાલે 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી હકાલપટ્ટી કરવામાં આવી છે. જયારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. 14 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીઓના પરીણામ સ્થગિત રાખવામાં આવશે.

જુનીયર અને સીનીયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા જુનીયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું. સીનીયર વિદ્યાર્થીમાં જે છ વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઇ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડ્યા હતા. જેને લઈને આ છ વિદ્યાર્થીઓને છ વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગીંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા હોવાનુ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના આચાર્ય ડો. દિનેશ સોરાણીએ જણાવ્યુ હતું.

આ પણ વાંચો: Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

આ પણ વાંચો : RAJKOT : સૌરાષ્ટ્ર યુનિ.ના પેપર કાંડમાં આરોપીઓ પર ગાળિયો કસાયો, બાબરાની સરદાર પટેલ કોલેજના આચાર્ય સહિત 2 કર્મચારીઓ સસ્પેન્ડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati