Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુ નાનક દેવના ગુરુ પુરબની ઉજવણીને લઇને સંબોધન કર્યુ, વડાપ્રધાન નરેન્તેદ્મર મોદી આ ઊજવણી કાર્યક્રમમાં વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા.

Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 1:19 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કચ્છ(Kutch)માં ગુરુદ્વારા લખપત સાહિબ(Gurudwara Lakhpat Sahib)માં ગુરુ નાનક દેવના ગુરુ પુરબની ઉજવણીને સંબોધન કર્યુ. વડાપ્રધાન આ ઊજવણી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. તેમણે દેશવાસીઓને ગુરુ પર્વની શુભકામનાઓ પાઠવી, સાથે જ તેમણે જણાવ્યુ કે શીખ ગુરુઓએ પ્રકાશ ફેલાવ્યો છે. ગુરુઓએ એકતાનો સંદેશો આપ્યો છે. વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન ગુરુ પર્વ નિમિત્તે જામનગરમાં ગુરુ ગોવિંદ હોસ્પિટલ શરુ કરવાની જાહેરાત કરી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે મારી ઘણી અણમોલ યાદો આ ગુરુ દ્નારા સાથે જોડાયેલી છે. તેમણે જણાવ્યુ કે પ્રાચીન લેખન શૈલીથી અહીંની ગુરુવાણી અંકિત કરી,આ પ્રોજેક્ટને યુનેસ્કોએ સન્માનિત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દિલ્હી ગયા પછી પણ તેમને વારંવાર ગુરુઓના સન્માન કરવાનો મોકો મળતો રહ્યો છે. તેમણે જણાવ્યુ કે 2016-17 ગુરુ ગોવિંદજીના પ્રકાશ ઉત્સવના 350 વર્ષ થયા. ત્યારે સરકારે દેશ વિદેશમાં પુરી શ્રદ્ધા સાથે તેની ઉજવણી કરી.

આ દરમિયાન વડાપ્રધાને જણાવ્યુ કે દસકોથી જે કરતારપુરની પ્રતિક્ષા હતી 2019માં અમારી સરકારે જ તેના નિર્માણનું કાર્ય પૂર્ણ કર્યુ, વડાપ્રધાને ગુરુ ગોવિંદની યાદમાં જામનગરમાં 700 બેડની હોસ્પિટલની પણ શરુઆત કરાવવાની જાહેરાત કરી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દર વર્ષે, 23 થી 25 ડિસેમ્બર સુધી, ગુજરાતની શીખ સંગત ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુ નાનકની જન્મજયંતિ, અને કોમ્યુનીટીના 10 ગુરુઓમાંના પ્રથમ ગુરપુરબની ઉજવણી માટે એકત્ર(ભેગાં) થતા હોય છે.

મહત્વનું છે કે ગુરુ નાનક દેવજી તેમની યાત્રા દરમિયાન અહીં કચ્છમાં રોકાયા હતા. લખપત સાહિબ પાસે તેમના અવશેષો છે, જેમાં લાકડાના ચંપલ અને પારણું, તેમજ ગુરુમુખી હસ્તપ્રતો અને માર્કિંગ સ્ક્રિપ્ટો છે.  2001ના ધરતીકંપ દરમિયાન મંદિરને નુકસાન થયું હતું, ત્યારે  ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન તરીકે, PM મોદીએ નુકસાનની મરામત માટે તાત્કાલિક પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચોઃ Year Ender 2021: રીલ્સથી લઈને લાઈવ રૂમ સુધી વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામના આ ટોપ ફીચર્સ જોવા મળ્યા, ચેક કરો સમગ્ર લિસ્ટ

આ પણ વાંચોઃ Photos : કેટરિના કૈફ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરવા વિકી કૌશલ ઉત્સાહિત, એરપોર્ટ પર આ અંદાજમાં જોવા મળ્યા અભિનેતા

આ પણ વાંચોઃ West Bengal: ગોવા TMCને મોટો ઝટકો, 5 AITC સભ્યોએ આપ્યું રાજીનામું, પાર્ટી પર લોકોને વિભાજિત કરવાનો આરોપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">