જામનગરમાં વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન આક્રમક, અન્ન ત્યાગ કરનાર એક ખેડૂતની તબિયત લથડી – જુઓ Video
જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી પસાર થતા વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. યોગ્ય વળતર આપ્યા વગર વીજપોલ ઊભા કરાતા હોવાના આક્ષેપ સાથે સરપંચ સહિત ખેડૂતો ધરણાં પર બેઠા છે, જ્યાં અન્ન ત્યાગ કરનાર એક ખેડૂતની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં જોડિયાના વાવડી ગામમાં વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન શરૂ થયું છે. આ વિરોધમાં વાવડી ગામના સરપંચ સહિત 7 ખેડૂતો ધરણાં પર ઉતર્યા છે.
અન્ન ત્યાગ કર્યાના બીજા દિવસે આંદોલનકારી મહિપત ડાંગરની તબિયત લથડી હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બાદ SDM અને મામલતદારે જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે, વીજ કંપની મનમાની કરી રહી છે અને ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર તેમના ખેતરમાં બળજબરીપૂર્વક વીજપોલ પસાર કરી રહી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત માટે ‘મોટા સમાચાર’! JP Morgan ગિફ્ટ સિટીમાં પોતાની હાજરી વધુ મજબૂત કરશે, CM સાથે યોજાઈ બેઠક – જુઓ Video
Follow Us
Loading...
Unable to load recommendations.
