Jamnagar Breaking Video : શહેરના પોશ વિસ્તારમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, લોકોમાં ભયનો માહોલ

| Edited By: | Updated on: Oct 19, 2023 | 10:01 AM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.જામનગરના પોશ વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Jamnagar : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આવી જ આગ લાગવાની ઘટના જામનગરમાં પણ બની છે. જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.જામનગરના પોશ વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Jamnagar : ગોકુલનગર વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગના દરોડા, 35 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

તો બીજી તરફ રાજકોટના જસદણ પંથકમાં બંધ મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલો પડી ગઈ હતી.જો કે મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. જો કે બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ અકબંધ છે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 19, 2023 09:59 AM