Rajkot Rain News : વરસાદ બાદ દૂધીવદર ગામ પાસેનો ફોફળ ડેમ છલોછલ ભરાયો, જૂઓ Video
દૂધીવદર ગામ પાસે આવેલા ફોફળ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમની કુલ જળ સપાટી 26 ફુટ છે, જેમાંથી 25.5 ફુટ સુધી ડેમમાં પાણીની આવક થઇ છે.
Rajkot : રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ (Rain) બાદ ફોફળ ડેમ (Fofal dam) છલોછલ ભરાઇ ગયો છે. દૂધીવદર ગામ પાસે આવેલા ફોફળ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમની કુલ જળ સપાટી 26 ફુટ છે, જેમાંથી 25.5 ફુટ સુધી ડેમમાં પાણીની આવક થઇ છે.
ડેમ ઓવરફ્લો થવાને માત્ર અડધો ફુટ બાકી છે. જો ઉપરવાસમાં વધુ વરસાદ થશે તો ડેમ ગમે ત્યારે ઉભરાઇ શકે છે. તે માટે ડેમના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે, ફોફળ ડેમમાં હજુ પણ પાણીની આવક યથાવત છે. બીજી તરફ ડેમમાં નવા નીરની આવક થતા ધોરાજી અને જામકંડોરણાના 26 ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
