Ahmedabad : NCP પ્રદેશ કાર્યાલયમાં ITના દરોડા, ગુજરાતના 20 સ્થળ પણ હાથ ધરાયું સર્ચ ઓપરેશન, જુઓ Video

Ahmedabad : NCP પ્રદેશ કાર્યાલયમાં ITના દરોડા, ગુજરાતના 20 સ્થળ પણ હાથ ધરાયું સર્ચ ઓપરેશન, જુઓ Video

| Edited By: | Updated on: Nov 13, 2025 | 12:23 PM

અમદાવાદમાં NCP પ્રદેશ કાર્યાલયમાં ITએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અજિત પવારની પાર્ટી NCPના ગુજરાતના કાર્યાલયમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર અજિત પવારની પાર્ટી NCPના ગુજરાતના કાર્યાલયમાં આવક વેરા વિભાગ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં NCP પ્રદેશ કાર્યાલયમાં ITએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અજિત પવારની પાર્ટી NCPના ગુજરાતના કાર્યાલયમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર અજિત પવારની પાર્ટી NCPના ગુજરાતના કાર્યાલયમાં આવક વેરા વિભાગ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે બેંક ખાતા સહિતની તમામ બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલથી IT વિભાગની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે IT અધિકારીઓની ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ITના અધિકારીઓ દ્વારા સંબંધિત લોકોની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં કુલ 20થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

IT વિભાગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયની સાથે ગુજરાતના અન્ય 20 સ્થળ પર પણ દરોડા પાડ્યા છે. જો કે દરોડા અચાનક કેમ પાડવામાં આવ્યા તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી ફંડિંગ સંબંધિત ગેરરીતિઓ અથવા મહારાષ્ટ્રમાં ચાલી રહેલા જમીનના વિવાદને કારણે હોઈ શકે છે, જે અજીત પવારના પુત્રના નામ સાથે સંકળાયેલો છે. IT વિભાગની ટીમ દ્વારા આ તપાસ દરમિયાન બેંક ખાતાઓ, તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ એવિડન્સ સહિતના તમામ પાસાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો