Surat : સુરત: SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો
સુરત SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયરને પણ સકંજામાં લીધો છે. SOGએ ગાંજાનો સપ્લાય કરનાર ટેક્સટાઈલ કાપડ વેપારીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સપ્લાયર થાઈલેન્ડથી કુરિયર મારફતે ગાંજો મંગાવતા હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થના વેપલા પર પ્રતિબંધ હોવા છતા કેટલાક લોકો ગાંજો, દારુ જેવા નશીલા પદાર્થની હેરાફેરી કરતા હોય છે. ત્યારે સુરત SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયરને પણ સકંજામાં લીધો છે. SOGએ ગાંજાનો સપ્લાય કરનાર ટેક્સટાઈલ કાપડ વેપારીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સપ્લાયર થાઈલેન્ડથી કુરિયર મારફતે ગાંજો મંગાવતા હોવાનો ખુલાસો થયો છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ 13 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજાની ડિલિવરી કરવા આવેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં જથ્થો મંગાવનારા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા 2 આરોપીની પૂછપરછમાં નામ ખુલ્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 13, 2025 12:06 PM