Rain News : લાંબા વિરામ બાદ દ્વારકામાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video

Rain News : લાંબા વિરામ બાદ દ્વારકામાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 19, 2025 | 2:54 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે. તેમજ નાવદ્રા, ભોગાત, લાંબા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા ગામે ધોધમાર વરસાદથી તળાવ ઓવરફ્લો થયા છે.

આ ઉપરાંત મેઘરાજાએ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પણ ધડબડાટી બોલાવી છે. વરસાદથી ભાટિયા ગામના મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી થાય છે. તેમજ ધોધમાર વરસાદથી નદી-નાળા અને ચેકડેમ છલકાયા છે.

માધવરાય મંદિર જળમગ્ન

બીજી તરફ ગીર સોમનાથના પ્રાચી તીર્થ ખાતે આવેલા માધવરાય મંદિર પણ ભારે વરસાદને કારણે જળમગ્ન થયું છે. સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપુરને કારણે મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ સિઝનમાં પ્રથમ વખત આ પ્રકારનું ઘોડાપુર જોવા મળ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ઘણા લોકો આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા છે. જો કે, તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને પોતાના ઘર છોડીને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો