Ahmedabad: સાબરમતીમાં રહેતા મહેતા પરિવારે પુત્રમાંથી મેળવી પ્રેરણા, લેવા જઇ રહ્યા છે આ કપરો નિર્ણય

|

Apr 17, 2022 | 10:54 AM

અમદાવાદમાં (Ahmedabad) રહેતા મહેતા પરિવારમાં અગાઉ 14 વર્ષના પુત્ર સ્વયંએ 2020માં દીક્ષા લીધી હતી. પુત્રના દીક્ષા લીધા બાદ તેની મક્કમતા જોઈ હવે તેના પિતા, માતા અને નાના ભાઈએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે બાળક માતા-પિતાના સારા કાર્યોમાંથી પ્રેરણા મેળવતો હોય છે. જો કે અમદાવાદના (Ahmedabad) સાબરમતી (Sabarmati) વિસ્તારમાં રહેતા એક પરિવારમાં આનાથી વિપરિત પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાબરમતીમાં રહેતા એક મહેતા પરિવારે પુત્રમાંથી પ્રેરણા મેળવી દીક્ષા (Initiation) લેવાનો નિર્ણય કર્યો છે. પહેલા પિતા પોતે જ પુત્રની દીક્ષા લેવાના નિર્ણયથી અસહમત હતા. જો કે પુત્રના દીક્ષા લીધા બાદ તેના ધાર્મિક સમર્પણ અને ત્યાગને જોઇને હવે પરિવાર પણ વૈરાગ્ય તરફ વળવા જઇ રહ્યો છે.

અમદાવાદમાં સાબરમતીમાં રહેતા મહેતા પરિવારના સભ્યોએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. પુત્રમાંથી પ્રેરણા લઈને માતા પિતા અને અન્ય એક પુત્રએ પણ વૈરાગ્ય તરફ વળવાનો નિર્ધાર કર્યો છે. હવે જુગરાજ મહેતા, તેમની પત્ની બબીતા મહેતા અને પુત્ર તીર્થ 7મેના રોજ દીક્ષા લેશે. આગામી 5 થી 7 મેના રોજ ધામધૂમથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર પરિવાર દીક્ષા લેશે.

મહેતા પરિવારમાં અગાઉ 14 વર્ષના પુત્ર સ્વયંએ 2020માં દીક્ષા લીધી હતી. પુત્રના દીક્ષા લીધા બાદ તેની મક્કમતા જોઈ હવે તેના પિતા, માતા અને નાના ભાઈએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. દીક્ષા લેનાર જુગરાજ મહેતા બે વર્ષથી કાપડના ધંધા સાથે જોડાયેલા વેપાર બંધ કરવા લાગ્યા હતા. જુગરાજ મહેતા, તેમની પત્ની બબીતા મહેતા અને પુત્ર તીર્થ 7મેના રોજ હવે દીક્ષા લેશે.

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન મંજૂર, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો-Ahmedabad: અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા AAP માં મોટું ભંગાણ, 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Video