Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન મંજૂર, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

યુવરાજસિંહ જાડેજા પર પોલીસ ઉપર ગાડી ચડાવી દઈ હત્યાના પ્રયાસનો યુવરાજસિંહ પર આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 4:24 PM

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના  (Yuvraj Singh Jadeja)જામીન મંજૂર થયા છે. ગાંધીનગર (Gandhinagar) કોર્ટે યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે. ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. યુવરાજસિંહ જાડેજા પર પોલીસ (police)ઉપર ગાડી ચડાવી દઈ હત્યાના પ્રયાસનો યુવરાજસિંહ પર આરોપ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર કોર્ટ ચૂકાદો (verdict) સંભળાવ્યો છે. ગઈકાલે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેસન્શ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે કોર્ટ ચુકાદો જાહેર કર્યો છે.

ગઈકાલે યુવરાજસિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં કલમ-307 લાગી શકે તેમ નથી. પોલીસે ખોટો કેસ કર્યો છે જેથી તેમને જામીન આપવા જોઈએ. જેની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં જામીન ન મળવા જોઈએ.

મહત્વનું છે કે ગત 5 એપ્રિલે સચિવાલયના ગેટ નંબર 4 પાસે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, પોલીસ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પાછળ યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાસહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા હોવાનો તેમના પર આરોપ છે. તેમજ પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધી પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર ઘટના યુવરાજસિંહની ગાડીના સ્પાય કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં પોલીસ જવાન કારની ટક્કર બાદ બોનેટ પર પડી જતાં જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 Highlights: દેશભરમાં ઉત્સાહભેર ઉજવાયો હનુમાનજીનો જન્મોત્સવ, PM મોદીએ મોરબી ખાતે 108 ફુટની પ્રતિમાંનું કર્યુ અનાવરણ

આ પણ વાંચો-Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">