Panchmahal : કરાડ નદીમાં કેમિકલ છોડાતા ફીણના ગોટેગોટા દેખાયા, GPCBએ કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વાર પંચમહાલ જિલ્લામાં સામે આવી છે.
Panchmahal News : ગુજરાતમાં અવારનવાર નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વાર પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. પંચમહાલના કાલોલની કરાડ નદી ફરી એક વખત પ્રદુષિત થઈ છે. કરાડ નદીમાં કેમિકલ છોડાતા ફીણના ગોટેગોટા જોવા મળ્યા છે.
નદીમાં કેમિકલ છોડાયું !
હાલોલ GIDCમાં આવેલા એકમો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. એકમો દ્વારા પાણીને પ્રદૂષિત કરવામાં આવતુ હોવાના આક્ષેપ કર્યા છે. પ્રદૂષિત પાણીથી સ્થાનિકોમાં અનેક રોગ ફેલાવવાનો ભય છે. નદીને પ્રદૂષિત થતી અટકાવવા લોકોએ અનેક રજૂઆત કરી છે. રજૂઆત બાદ પણ GPCBએ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
