Gujarati Video : સુરતના ઉધનામાં ધોળા દિવસે અંધાધૂંધ ફાયરિંગ, અંગત અદાવતમાં ફાયરિંગ થયાની આશંકા
બાઈક પર આવેલા 2 ઈસમોએ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આરોપીએ કરેલ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. જેમાં સુરત પોલીસને અંગત અદાવતમાં ફાયરિંગ થયાની આશંકા છે.
સુરતના ઉધના વિસ્તારના રોડ નંબર 9 પર ભંગારની દુકાનમાં કામ કરતા જાવેદ સલીમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે ઈસમોએ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આરોપીએ કરેલ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. જેમાં સુરત પોલીસે અંગત અદાવતમાં ફાયરિંગ થયાની આશંકા છે. સુરત પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આજે સુરત ઉપરાંત પાટણના હારીજના દુનાવાડા ગામમાં ધોળા દિવસે અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. એક શખ્સે અંદાજીત 6 રાઉન્ડથી વધુ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં 3 વ્યક્તિ ઘાયલ થયા હતા. તો 2 વ્યક્તિને 2-2 ગોળી વાગી હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અને ફાયરિંગનું કારણ અકબંધ રહ્યું હતું. તો બીજી તરફ ફાયરિંગની સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.