Gujarati Video : 117 વર્ષ જૂની ફ્લાઈંગ રાની ટ્રેનમાંથી હટાવાયો ડબલ ડેકરનો ટેગ, મુંબઇ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી હતી પ્રથમ ડબર ડેકર ટ્રેન
હવે LHB કોચ સાથે ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ટ્રેન દોડશે. 117 વર્ષ જૂની પ્રથમ ડબલ ડેકર ફ્લાઇંગ રાની એક્સપ્રેસ ટ્રેનમાં 44 વર્ષ બાદ ફેરફાર કરાયો છે. ફ્લાઇંગ રાની હવે ડબલ ડેકરના રૂપમાં નહીં દોડે, પરંતુ રાજધાની, તેજસ સહિત અન્ય એક્સપ્રેસ ટ્રેનોની જેમ દોડશે.
Surat : મુંબઇ અને સુરત વચ્ચે દોડતી દેશની પ્રથમ ડબલ ડેકર ટ્રેન (Double decker train) હવે ઇતિહાસ બની જશે. ફ્લાઇંગ રાની ટ્રેનમાંથી (Flying Rani Train ) ડબલ ડેકરનો ટેગ હટાવી દેવામાં આવ્યો છે. હવે LHB કોચ સાથે ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ટ્રેન દોડશે. 117 વર્ષ જૂની પ્રથમ ડબલ ડેકર ફ્લાઇંગ રાની એક્સપ્રેસ ટ્રેનમાં 44 વર્ષ બાદ ફેરફાર કરાયો છે. ફ્લાઇંગ રાની હવે ડબલ ડેકરના રૂપમાં નહીં દોડે, પરંતુ રાજધાની, તેજસ સહિત અન્ય એક્સપ્રેસ ટ્રેનોની જેમ દોડશે.
કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે નવનિર્મિત ટ્રેનને કાંદિવલીથી લીલીઝંડી આપી હતી. તે દરમિયાન દર્શના જરદોશે કહ્યું કે ફ્લાઇંગ એક્સપ્રેસ ટ્રેનને અપગ્રેડ કરવામાં આવી છે. ટ્રેન 110 કિલોમીટર પર કલાકની ઝડપે દોડી શકે એવી નવા લૂક સાથે બનાવવામાં આવી છે. ટ્રેનને વધુ આરામદાયક બનાવવા માટે ફ્લાઇંગ રાની એક્સપ્રેસમાં ફેરફાર કરાયો છે.
મહત્વનું છે કે વર્ષ 1906માં પ્રથમ વાર મુંબઇ અને સુરત વચ્ચે ફ્લાઇંગ રાની એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઇ હતી. વલસાડના તત્કાલીન જિલ્લા કલેક્ટરની પત્નીએ ટ્રેનનું નામ ફ્લાઇંગ રાની રાખ્યું હતું અને 44 વર્ષ પહેલા 1979માં ફ્લાઇંગ રાની ટ્રેનને ડબલ ડેકરમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.