વાલીઓની વધી ચિંતા, સ્ટેશનરીમાં 10થી 15 ટકાનો વધારો, ભાવ ઘટે તેવી વાલીઓની માગ, જુઓ Video

|

Jun 05, 2023 | 11:58 PM

જામનગર સ્ટેશનરીના વધ્યા ભાવ વાલીઓની ચિંતા વધી છે. સ્ટેશનરીમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. જરૂરિયાત હોવાથી ખરીદી તો કરવી જ રહી, જોકે કાગળના ભાવ વધતા હોવાથી ભાવ વધ્યા છે. સ્ટેશનરીમાં ભાવ ઘટે તેવી વાલીઓની માગ છે.

Gujarat: શાળાઓમાં વેકેશન પૂર્ણ થયુ છે. ફરી શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી રહી છે. બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થયો છે અને આ ચિંતાનું કારણ વધતા જતા સ્ટેશનરીના ભાવ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક સહિતની સ્ટેશનરીના ભાવમાં આશરે 10થી 15 ટકાનો વધારો થયો છે. વાલીઓનું કહેવું છે કે પાઠ્યપુસ્તકો અને નોટબુકમાં ભાવ વધ્યા છે પણ તેમાં કોઈ કાપ મુકી શકાતો નથી. કારણકે સ્ટેશનરી એવી વસ્તુ છે, જેને ખરીદવી જ પડે છે. જેથી ભાવવધારો થવા છતાં વાલીઓ ખરીદી કરી રહ્યા છે. સાથે સાથે સ્ટેશનરીના ભાવ ઘટે તેવી પણ માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાના કેસમાં વાડીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

સ્ટેશનરી દુકાનધારકો અને વેપારીઓનું માનીએ તો આ વર્ષે પાઠ્યપુસ્તક અને નોટબુક્સના ભાવ વધારા પાછળનું કારણ છે, મોંઘા થયેલા કાગળના ભાવ. કાગળના ભાવમાં ભાવ વધવાથી આ વખતે વાલીઓને આ વધારાનો બોજો સહન કરવાનો વારો આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:49 pm, Mon, 5 June 23

Next Video