Ahmedabad: ઉનાળુ વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ, શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી ગુંજી, જુઓ Video
ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવા શૈક્ષણિક સત્રમાં પરિણામ સુધારવા પર ભાર મુકવા સાથે સફાઈ અભિયાન અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરાશે.
Ahmedabad: 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી ગુંજી ઉઠી છે. ત્યારે અમદાવાદના નવરંગપુરામાં આવેલી નવરંગ શાળામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણવા પહોંચી ગયા. જયાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનું તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું. વેકેશન પૂર્ણ થયા બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
આ પણ વાંચો : લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન થશે, હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે ટર્મિનલ
નવરંગ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ કહ્યું, નવા શૈક્ષણિક સત્રમાં પરિણામ સુધારવા પર ભાર મુકાશે. સરકારના આદેશ મુજબ સફાઈ અભિયાન અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરાશે. સાથે યોગ દિવસ અને રમત ગમતમાં વિદ્યાર્થીઓને એક્ટિવ કરવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં યોજાશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો