Gujarati Video : જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાના કેસમાં વાડીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ
જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાનો કેસમાં ગુનો દાખલ થયો છે. વાડી માલિક ચંદુ ગોહીલ સામે ગુનો નોંધાયો છે. બિનઉપયોગી બોર ખુલ્લા રાખવા બદલ ગુનો દાખલ થયો છે.
Jamanagar : જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાનો કેસમાં ગુનો દાખલ થયો છે. વાડી માલિક ચંદુ ગોહીલ સામે ગુનો નોંધાયો છે. બિનઉપયોગી બોર ખુલ્લા રાખવા બદલ ગુનો દાખલ થયો છે. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચંદુ ગોહિલની વાડીમાં ખુલ્લો બોર હતો. જેમાં પડી જવાથી રોશની નામની શ્રમિકની બાળકીનું મૃત્યુ થયુ હતુ.
આ પણ વાંચો : Jamanagar: કચ્છમાંથી લુંટ થયેલા જીરૂ ભરેલા ટ્રક સાથે બે આરોપી પકડાયા
રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલ માથી બહાર કાઢવામાં આવી હતી
સતત 21 કલાક દિવસને રાત રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ. રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલ માથી બહાર કાઢવામાં આવી.પરંતુ તેનો જીવ ના બચાવી શક્યો.મૃત હાલતમા રોશનીને બોરવેલ માથી બહાર કાઢવામાં આવી હતી.
રોશનીને બોરવેલ માથી કાઢવી મુશ્કેલ બનતા પાસે મોટો ખાડો ખોદીને બહાર કાઢવામાં આવી હતી. પહેલા મશીનરીની મદદથી કેમેરાથી મોનીટરીંગ આશરે 35 ફૂટથી ઉપર 7 ફુટ સુધી બાળકીને લાવવામાં સફળતા મળી હતી. બાદ નજીકમાં મોટો ખાડો ખોદીને બાળકીને બહાર કાઢવામા આવી હતી.