Navsari: ખલાસીઓને પરત બોલાવવા માટેની કામગીરી શરૂ, સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જુઓ Video

Navsari: ખલાસીઓને પરત બોલાવવા માટેની કામગીરી શરૂ, સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 07, 2023 | 6:18 PM

નવસારીમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને જોતા જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે. કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરાઇ છે. ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Navsari: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે નવસારી જિલ્લા તંત્ર (Navsari District Administration) દ્વારા પણ સંભવિત વાવાઝોડાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 12 વર્ષની બાળકીને પીંખી નાખનાર હેવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જુઓ Video

ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાઈ છે. નવસારી જિલ્લાના બીલીમોરા ના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર નહી છોડવા કલેકટર દ્વારા આદેશ કરાયા છે.

આ સાથે જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ છે.  નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેકટર દ્વારા જણાવાયું છે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 07, 2023 06:17 PM
Follow Us
Loading...
Unable to load recommendations.