AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: 12 વર્ષની બાળકીને પીંખી નાખનાર હેવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જુઓ Video

Navsari: 12 વર્ષની બાળકીને પીંખી નાખનાર હેવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:48 PM
Share

નવસારી શહેરમાંથી વર્ષ 2021માં વિધર્મી યુવક દ્વારા એક સગીરાનું અપહરણ કરાયા બાદ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી.

Navsari:  12 વર્ષની બાળકીને પીંખી નાખનાર હેવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021ના ચકચારી દુષ્કર્મ કેસમાં નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના 29 વર્ષીય સદ્દામ હુસૈને લગ્નની લાલચ આપી 12 બાળકીને વતનમાં લઈ જઈને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પરણિત વિધર્મી સદ્દામ હુસૈનને સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો: દારૂ પકડવા ગયેલી પોલીસને 191 કિલો ગાંજો મળ્યો, પોલીસે ફિલ્મી ઢબે 12 કિમી સુધી કારનો કર્યો પીછો, જુઓ Video

આ કેસ મે. નવસારીના એડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ તેજસ બ્રહમભટ્ટ કોર્ટમાં ચાલતા આરોપી વિરૂધ્ધ રજૂ થયેલ મૌખિક તથા લેખિત પુરાવાઓ તથા મેડીકલ એવીડન્સ તેમજ સાયન્ટીફીક એવીડન્સ તથા ફરિયાદ પક્ષ તરફે વિ.સરકારી વકીલ અજયકુમાર જે. ટેલર નાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ આરોપીને સમાજમાં દાખલો બેસે એવી સખતમાં સજા કરવાની દલીલ કરી હતી.

તેમજ આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તો સમાજમાં આવું કૃત્ય કરતા આરોપીઓને સબક મળે તેવી દલીલ રજૂ કરી હતી. જે દલીલ તથા રજૂ કરવામાં આવેલ અલગ અલગ એપેલેટ કોર્ટોનાં ચુકાદાને ધ્યાને લઈ કોર્ટ ઘ્વારા આરોપીને તેની સામેના ગુનાઓમાં તકસીરવાન ઠેરવી સજા ફટકારી છે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">