સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં મેળા દરમિયાન નડી શકે છે વરસાદી વિઘ્ન, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી- Video

| Updated on: Aug 20, 2024 | 2:37 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આગામી થોડા દિવસોમાં રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજાની ફરી ધમાકેદાર તોફાની એન્ટ્રી થવાની છે.

રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. 23 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. બિહાર અને બંગાળમાં લોપ્રેશરની અસરને કારણે ગુજરાતમાં 23 થી 26 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ પડવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં નદીઓમાં ઘોડાપૂર આવવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં નદી઼-નાળા છલકાઈ જવાની શક્યતા રહેશે.

સૌરાષ્ટ્રમાં મેળાની રંગત બગાડશે વરસાદ ?

રાજ્યમાં તારીખ 23 થી 26 સુધી પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સાતમ- આઠમના મેળાના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. મેળા દરમિયાન વરસાદી વિઘ્ન નડવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. આ તરફ તારીખ 25 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો