ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે 362 બિયારણ-ખાતરની પેઢી પર તપાસ હાથ ધરી, જુઓ

| Edited By: | Updated on: Jun 03, 2024 | 1:01 PM

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરી હતી. ખાતર અને બિયારણની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં 362 પેઢીઓ પર તપાસ હાથ ધરી હતી અને 366 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 269 પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી હાથ ધરી હતી.

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો