સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં કોરોનાના 3563 નવા કેસ નોંધાયા

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં કોરોનાના 3563 નવા કેસ નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:01 AM

સુરતના કતારગામ વિસ્તારમાં પણ 465 દર્દી નોંધાયા છે. સુરતમાં 15 તબીબ સંક્રમિત થયા છે તો 5 શિક્ષક અને 39 વિદ્યાર્થી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

સુરતમાં કોરોના(Corona) સંક્રમણ સુપર સ્પીડમાં આગળ વધી રહ્યું છે. સુરત (Surat)શહેરમાં કોરોનાના 3563 નવા કેસ સામે આવ્યા. તો જિલ્લામાં 423 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મળીને 5 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યુ છે. કોરોનાની કેસમાં જાણે હવે સુનામી આવી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો રાફડો ફાટતો જઇ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ પછી કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોના ટેસ્ટ કરાવવા પણ ટેસ્ટ લેબમાં લાઇનો લાગવા લાગી છે.

સુરત શહેરમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 3563 કેસ અને જિલ્લામાં 423 કેસ નોંધાયા છે, તો પાંચ લોકોના કોરોનાથી મોત થયા છે. 24 કલાકમાં 2246 દર્દી સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે, તો સુરતમાં કોરોનાના હાલમાં 22579 કેસ એક્ટિવ છે. જો સુરતમાં કોરોનાના એક્ટિવ કેસની ઝોનવાઈઝ સંખ્યા પર નજર કરીએ તો રાંદેર ઝોનમાં 890 કેસ અને અઠવા ઝોનમાં 777 એક્ટિવ કેસ છે. તો લિંબાયતમાં 307, વરાછા એ ઝોનમાં 366 એક્ટિવ કેસ છે.

સુરતના કતારગામ વિસ્તારમાં પણ 465 દર્દી નોંધાયા છે. સુરતમાં 15 તબીબ સંક્રમિત થયા છે તો 5 શિક્ષક અને 39 વિદ્યાર્થી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

મહત્વનું છે કે ગુજરાતમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 17119 નવા કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતાં કોરોનાના એક્ટિવ કેસની (Active Case) સંખ્યા 79,600 પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 5,998 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

આ પણ વાંચોઃ

ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના

Published on: Jan 19, 2022 09:59 AM
g clip-path="url(#clip0_868_265)">