ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગે(IMD)માછીમારો(Fisherman)માટે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે માછીમારોને 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. જેમાં આગામી 3 દિવસ દરમિયાન જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ ઉપરાંત રાજ્યમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે કચ્છમાં આગામી 21 અને 22 જાન્યુઆરી વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે.. તાપમાનમાં ત્રણ ડીગ્રી જેટલો વધારો થતા ઠંડીનું જોર ઘટશે. જોકે પવન રહેવાને કારણે થોડી ઠંડી અનુભવાશે. એક સપ્તાહ બાદ ઠંડીમાં ઘટાડો થશે.
તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે પહેલા ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનના કારણે ઠંડી રહી હતી. જે પવનની દિશા બદલાઈને હવે ઉતરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતાં ઠંડીના પારામાં વધારો થયો છે. જેના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. તો સાથે જ આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડીગ્રી જેટલો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જેનાથી ઠંડીમાં ઠુઠવાતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. સાથે જ 3 દિવસ બાદ ઠંડી માં ઘટાડો નોંધવાની આગાહીની સાથે પવનની ગતિ રહેવાના કારણે લોકોને ઠંડીની અનુભૂતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો : Gujarat માં કોરોનાના વધતાં કેસો વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રુપ ઓફ ડૉક્ટર્સ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ