દાહોદ : નકલી સરકારી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી આવી શકે છે બહાર, કૌભાંડી સંદીપની પૂછપરછમાં થયા મહત્વના ખુલાસા

દાહોદ : નકલી સરકારી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી આવી શકે છે બહાર, કૌભાંડી સંદીપની પૂછપરછમાં થયા મહત્વના ખુલાસા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 5:20 PM

પોલીસે વધુ એક પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ શરૂ કરી હતી. દાહોદના પૂર્વ IAS પ્રાયોજન અધિકારીને પૂછપરછ માટે પોલીસ મથકે લવાયા હતા. કૌભાંડ મામલે પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ ચાલી રહી છે. તો બીજી તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરાયો હતો.

છોટાઉદેપુર સરકારી નકલી કચેરીના કેસમાં કૌભાંડી સંદીપ રાજપુતની પૂછપરછમાં મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ રિમાન્ડમાં સંદીપ રાજપુતે ચોંકવનારા ખુલાસા કર્યા છે. આરોપી સંદીપે દાહોદમાં પણ નકલી કચેરી ખોલી કૌભાંડ આચર્યું હતું. દાહોદમાં 6 નકલી કચેરી ખોલી 18.59 કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હતું. નકલી સરકારી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે.

આ પણ વાંચો દાહોદમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ, કૃષિ મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા, જુઓ ફોટો

પોલીસે વધુ એક પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ શરૂ કરી હતી. દાહોદના પૂર્વ IAS પ્રાયોજન અધિકારીને પૂછપરછ માટે પોલીસ મથકે લવાયા હતા. કૌભાંડ મામલે પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ ચાલી રહી છે. તો બીજી તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી અંકિત સુથારને 11 દિવસના રિમાન્ડ પર મોકલાયો હતો. 26 નવેમ્બરે સાંજે અંકિત સુથારની ધરપકડ કરી હતી.

(Input by : Pritesh Panchal)

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">