ચાતક નજરે ચોમાસાની રાહ જોતા લોકો માટે મહત્વના સમાચાર, 14 થી 15 જુને ગુજરાતમાં દસ્તક દેશે ચોમાસુ- Video

| Updated on: May 17, 2024 | 4:21 PM

રાજ્યમાં હાલ કાળજાળ ગરમી કેર વરસાવી રહી છે, ત્યારે સહુ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે. કાગડોળે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ રાજ્યમાં 14 થી 15 જુન આસપાસ ચોમાસુ દસ્તક દેશે તેવુ અનુમાન છે.

રાજ્યમાં ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. કાળજાળ ગરમીથી નાના-મોટા સહુ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ રાજ્યવાસીઓ ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં 14 થી 15 જુન આસપાસ ચોમાસુ દસ્તક દઈ શકે છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ ત્રણ થી ચાર દિવસ વહેલુ ચોમાસુ કેરળ પહોંચશે. દેશમાં 26 થી 27 મે એ ચોમાસુ કેરળ પહોંચે તેવુ અનુમાન છે. કેરળ પહોંચ્યા બાદ ચોમાસુ મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે.

ગુજરાતની જો વાત કરવામાં આવે તો 14 થી 15 જુન આસપાસ ચોમાસુ ગુજરાતમાં દસ્તક દેશે અને 26 જુન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે. હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ ખૂબ સારા મિજાજ સાથે આગળ વધી રહ્યુ છે. આ વર્ષે ખૂબ સારુ ચોમાસુ રહેવાનું અનુમાન છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાંથી ઝડપાયો શંકાસ્પદ ચોખાનો જથ્થો, રેશનિંગનું અનાજ હોવાનુ તપાસમાં ખૂલ્યુ – Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 17, 2024 02:50 PM