GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારનો મહત્વનો નિર્ણય

ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:40 PM

GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે. ખાણ-ખનીજ વિભાગમાં અંદાજિત 90 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. જેના માટે ખાણ-ખનીજ વિભાગે VRTS નામની નવી સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ થકી નોંધાયેલા તમામ વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવશે. આ સિસ્ટમ અમલી બનતા જ પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે. ઉલ્લેખનિય છે કે ખનીજ માફીયાઓ દર વર્ષે ગેરકાયદે ખનન કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાણ ખનીજ વિભાગમાં થતી કરોડોની ચોરી પર નિયંત્રણ આવશે અને સાથે જ ખનીજ ચોરી કરનારા વાહનોને સરળતાથી પકડી શકાશે. હવે જોવું રહ્યું કે આ નવી સીસ્ટમ કેટલી ઉપયોગી થશે.

આ પણ વાંચો : RAJKOT : ધોરાજીના તોરણીયામાં ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">