રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.તો બનસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં (Gujarat Rain) ફરી વરસાદી માહોલ જામશે.વરસાદ અંગે હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 તારીખથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદ પડશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ પડશે.તો બનસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની (Heavy rain) આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહેશે.22 અને 23 ઓગસ્ટ માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ભારે વરસાદના પગલે લોકોને હાલાકી
છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં પાટણ (Patan) જિલ્લાની વાત કરીએ તો વડુ ગામના (Vadu Village) મુખ્ય ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધસમસતા તેજ પાણીના પ્રવાહને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં વડુ ગામ સંપર્ક વિહોણુ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોને ગામ બહાર જવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. ગરનાળાની બંને બાજુએ જમીનનું ધોવાણ થતા ગરનાળાથી ગામનો રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
