ભાવનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ! ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણ તોડી પાડ્યું, જુઓ Video
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે.
ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. જેમાં દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણોને મનપાએ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
ભાવનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર !
પ્રાપ્તથતી માહિતી અનુસાર દબાણમાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 8 રૂમો સહિતના ભાગ પર JCB ફરી વળ્યું છે. તેમજ મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે. દબાણની કામગીરીમાં મનપાના દબાણ વિભાગ સહિત LCB, SOG તથા PGVCL અને ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી છે. તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે ઉભા કરાયેલા 1500 મીટર જેટલી જગ્યા પરનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
