Surat :  અમરોલીમાં ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો પર તવાઈ, 2 ડોકટરની ધરપકડ, જુઓ Video

Surat : અમરોલીમાં ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો પર તવાઈ, 2 ડોકટરની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 08, 2025 | 2:51 PM

ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. તેમજ છતા પણ અવારનવાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું ઝડપાય છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. તેમજ છતા પણ અવારનવાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું ઝડપાય છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડો. વિજય ઝડફિયા અને ડો. હિતેશ જોષીની ધરપકડ કરી છે. ગર્ભ પરીક્ષણ પેટે 10 થી 15 હજાર વસૂલતા વચેટિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમરોલીની શિવમ હોસ્પિટલ, લિંબાયતની ઓમ સાંઈ ક્લિનિક વરુણીમાં ગર્ભ પરીક્ષણ થતું હતું.

ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો પર તવાઈ

ઉલ્લેખનીય છે કે સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલે અમરોલી પોલીસમાં ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો સામે ફરિયાદ નોંધાવી છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતાં અમરોલીના ડૉ. હિતેશ જોષી, લિંબાયતના ડૉ.વિજય ઝડફિયા અને મુકેશ બડગુજર સામે ફરિયાદ નોંધાવી છે. તેમના મોબાઇલ ફોનમાં ગર્ભ પરીક્ષણ કર્યું હોવાના પુરાવા પણ મળ્યા છે. આ તબીબો રોજ ત્રણથી ચાર ગર્ભ પરીક્ષણ કરતાં હોવાનો ખુલાસો પણ તપાસમાં થયો છે. ડો.વિજય સાથે ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બડગુજર સહિત ચારેક એજન્ટ જોડાયા હતા. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો