Vadodara : કન્ટેનરમાં યુરિયા ખાતરની જગ્યાએ વિદેશી દારુ ! કરજણ ભરથાણા ટોલનાકા પાસે ઝડપાયો લાખો રુપિયાનો દારુ, જુઓ Video

Vadodara : કન્ટેનરમાં યુરિયા ખાતરની જગ્યાએ વિદેશી દારુ ! કરજણ ભરથાણા ટોલનાકા પાસે ઝડપાયો લાખો રુપિયાનો દારુ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 09, 2025 | 3:52 PM

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરાના કરજણ ભરથાણા ટોલનાકા પાસે કન્ટેનરમાં વિદેશી દારુ ઝડપાયો છે. કન્ટેનરમાં ખાતરના બદલે દારુનો જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે.

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરાના કરજણ ભરથાણા ટોલનાકા પાસે કન્ટેનરમાં વિદેશી દારુ ઝડપાયો છે. કન્ટેનરમાં ખાતરના બદલે દારુનો જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે 43 લાખથી વધુનો વિદેશી દારુનો જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે તપાસ કરતાં યુરિયા ખાતરની જગ્યાએ દારુની પેટીઓ મળી હતી. દારુ ભરેલું કન્ટેનર વેરાવળ જતું હોવાનું સામે આવ્યું છે. તેના કારણે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાના કરજણ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે કન્ટેનરના માલિકે ચાલકને વોટસએપ પર કોલ કરીને કન્ટેનર આપ્યું હતું. અને માલિકે કહ્યું હતું કન્ટેનરમાં યુરિયા ખાતર છે.જેથી ચાલક કન્ટેનરને વેરાવળ ડિલવરી કરવા લઈ જતો હતો. પરંતુ પોલીસે તપાસ કરતાં કન્ટેનરમાં યુરિયા ખાતરને બદલે દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો