‘કોંગ્રેસના શાસનમાં રામ મંદિરનો આવો ચુકાદો આવ્યો હોત તો દેશમાં બે જ્ઞાતિ વચ્ચે હિંસા ફાટી નીકળી હોત’ – CR પાટીલ
Vadodara: સયાજીપુરા APMC ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતમાં ભાજપનું સ્નેહ મિલન સંમેલન મળ્યું હતું. જેમાં પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
વડોદરાની (Vadodara) સયાજીપુરા APMC ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતમાં ભાજપનું (BJP) સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સી.આર.પાટીલ કોંગ્રેસ (Congress) પર વરસ્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી હોવા છતાં આજે નામશેષ થઈ ગઈ છે. પાટીલે એમ પણ કહ્યું કે હું તો ક્યારેય કોંગ્રેસનું નામ પણ નથી લેતો. કેમ કે જે નામશેષ થઈ ગઈ એનું નામ કોણ લે.
આ સંમેલનમાં વધુમાં પાટીલે દાવો કર્યો કે જો કોંગ્રેસના શાસનમાં રામ મંદિરનો (Ram Mandir) આવો ચુકાદો આવ્યો હોત તો દેશમાં બે જ્ઞાતિ વચ્ચે હિંસા ફાટી નીકળી હોત.અને હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રામ મંદિરનું કામ બંધ કરવાની ફરજ પડી હોત. કોંગ્રેસ મત માટે કોમી હિંસાના નામે રામ મંદિરનું કામ અટકાવી ને જ રહેતી. પાટીલે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં જો આ ચુકાદો આવ્યો હોત તો કોમી હિંસા થઇ હોત, લોહી વહ્યું હોત અને કોંગ્રેસે કહ્યું હોત કે હમણા અશાંતિ છે, રામ મંદિર રહેવા લો. આવા નિવેદનો સાથે પાટીલે કોંગ્રેસ વિશે દાવા કર્યા હતા.
આ પણ વાંચો: સ્વામી અપૂર્વ મુનિએ પાટીદારોને આપી આ સલાહ, કહ્યું – સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા