ભુજમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનને માહિતી મોકલનારા BSFના કોન્સ્ટેબલની અટકાયત
BSFનો આ કોન્સ્ટેબલ ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. કોન્સ્ટેબલ દ્વારા ફોનથી માહિતી મોકલવાના પુરાવા ગુજરાત ATSને મળ્યા છે.
KUTCH : ભુજમાં ગુજરાત ATS (Gujarat ATS)એ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનને માહિતી મોકલવાની આશંકાએ ભુજમાં BSFના એક કોન્સ્ટેબલની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી કોન્સ્ટેબલની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. BSFનો આ કોન્સ્ટેબલ ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. કોન્સ્ટેબલ દ્વારા ફોનથી માહિતી મોકલવાના પુરાવા ગુજરાત ATSને મળ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ ATSએ ગુપ્ત તપાસ બાદ ભૂજ ખાતેથી આ કોન્સ્ટેબલની અટકાયત કરી છે અને આ અંગે ATS દ્વારા ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
Latest Videos