Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો, 2 મહિનામાં 200 કરોડનો ગાંજો જપ્ત કરાયો, જુઓ Video

Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો, 2 મહિનામાં 200 કરોડનો ગાંજો જપ્ત કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 19, 2025 | 9:03 AM

ગુજરાતમાં એરપોર્ટ પરથી અનેક વાર સોનાની દાણચોરી અથવા ડ્રગ્સ સહિતની કેટલીક ગેરકાયદેસર વસ્તુઓ વિદેશમાંથી લાવવામાં આવતો હોય છે ત્યારે ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે.

ગુજરાતમાં એરપોર્ટ પરથી અનેક વાર સોનાની દાણચોરી અથવા ડ્રગ્સ સહિતની કેટલીક ગેરકાયદેસર વસ્તુઓ વિદેશમાંથી લાવવામાં આવતો હોય છે ત્યારે ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં ગાંજો લવાયો હતો. તે દરમિયાન એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર એરપોર્ટ પરથી 6 કરોડ રુપિયાનો ઝડપાયો છે.

2 મહિનામાં 200 કરોડનો ગાંજો જપ્ત

ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિક બેંગકોકની ફ્લાઈટ મારફતે ભારત પરત ફરી રહ્યો હતો. ત્યારે તેની પાસેથી 6 કરોડ રુપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. હાઈબ્રિડ ગાંજાના 24 પેકેજ મળ્યા હતા તેને જપ્ત કરીને તાત્કાલિક ધોરણે તપાસ આગળ વધારવામાં આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર 2 મહિનામાં 200 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો