Rajkot : પતિએ પત્નીને ગોળી મારી પોતે કરી આત્મહત્યા, પત્ની સારવાર હેઠળ, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વખત ઘર કંકાસના કારણે પરિવાર વેરવિખેર થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ઘરકંકાસનો કરુણ અંજામ આપ્યો છે. પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં ફરી એક વખત ઘર કંકાસના કારણે પરિવાર વેરવિખેર થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ઘરકંકાસનો કરુણ અંજામ આપ્યો છે. પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે સમગ્ર ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર પત્નીના આડા સંબંધથી કંટાળીને આ કૃત્ય કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પતિ અને પત્નિ વચ્ચે દોઢ મહિનાથી આ ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. પત્નીના કૌટુંબિક ભત્રીજા સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પત્ની તેની બહેનપણીને ત્યા પતિથી અલગ રહેતી હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસર પત્નીની બહેનપણીના ઘરે આવી પતિએ ગોળી મારી હતી. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
