Vadodara Video : વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો, 3-4 દિવસ બાદ કરાશે ભૂવાનું સમારકામ

|

Jul 12, 2024 | 4:52 PM

વડોદરાના વાઘોડિયા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં 10 ફૂટ જેટલો ઉંડો ભૂવો પડ્યો છે. એક કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા જે એક તરફનો રોડ બંધ કરાયો છે.

ચોમાસામાં શરુઆતના વરસાદે જ વડોદરામાં પ્રિ- મોનસૂન કામગીરીની પોલી ખોલી  છે. વડોદરાના વાઘોડિયા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં 10 ફૂટ જેટલો ઉંડો ભૂવો પડ્યો છે. એક કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા જે એક તરફનો રોડ બંધ કરાયો છે.

કોર્પોરેશને માત્ર ભૂવાની ફરતે બેરીકેટિંગ લગાવી લગાડીને સંતોષ માન્યો હોય તેવુ લાગી રહ્યું છે. જો કે ભૂવામાં પાણી ભરાયા જવાથી પાણીજન્ય રોગ ફેલાવાનો ભય પણ છે. બીજી તરફ એક તરફનો રોડ બંધ કરતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. મળતી માહિતી અનુસાર 3-4 દિવસ બાદ ભુવાનું સમારકામ આવે તેવી શક્યતા છે.

 

 

Next Video