ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની થઈ મબલખ આવક, એક દિવસમાં 65 હજાર ભારીની થઈ આવક

|

Feb 26, 2024 | 11:05 PM

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઈ રહી છે. એક દિવસમાં 65 હજાર ભારીઓની આવક થઈ છે. હજુ પણ ખેડૂતોની યાર્ડ બહાર 6 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગેલી છે. યાર્ડમાં મરચાના સારા ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશખુશાલ છે.

રાજકોટના ગોંડલનું મરચુ ગુજરાતભરમાં પ્રખ્યાત છે. ગોંડલના મરચાની ભારે માગ રહે છે.  ધમાકેદાર અને મસાલેદાર ખાવાના શોખીનો લાલ ચટાક ગોંડલનું મરચુ ખરીદવા માટે લોકો પડાપડી કરે છે. આ મરચાની ખાસિયત એ છે કે તેનો કલર પણ લાલ ચટક આવે છે અને સ્વાદમાં પણ સામાન્ય મરચા કરતા થોડી વધુ તીખાશ ધરાવતુ હોય છે.

હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઈ છે. એક દિવસમાં મરચાની આવક 65 હજાર ભારીની આવક થઈ છે. યાર્ડની બહાર 6 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. એક મણ મરચાના 1 હજારથી 4 હજાર રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મરચાના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે.

ખેડૂત જણાવે છે કે વિષમ વાતાવરણ વચ્ચે આ વખતે મરચાંનું ઉત્પાદન થોડુ નબળુ રહ્યુ છે પરંતુ યાર્ડમાં 2 હજારથી માંડીને 3 હજાર સુધીનો મણ મરચાનો ભાવ બોલાઈ રહ્યો છે. આવક અને ભાવ સારા હોવાથી ખેડૂતોને રાજીપો છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યુ કે યાર્ડમાં 65 થી 70 હજાર ભારીઓની આવક થઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમા રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરથી ખેડૂતો મરચુ વેચવા ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. આથી જ આવી ભારે આવક થાય છે.

Input Credit- Devang Bhojani- Gondal

આ પણ વાંચો: માત્ર 50 હજારનું દેવુ થઈ જતા બે નવા નિશાળિયાએ બેંક લૂંટવાનો ઘડ્યો પ્લાન, તિજોરી ન તોડી શક્તા બંને ચોરોનું પકડાઈ ગયુ કારસ્તાન, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video