Breaking News : જામનગરમાં હેવાન પતિએ ગર્ભવતી પત્નિને માર્યો ઢોર માર ! બાળકનું થયુ મોત, જુઓ Video

Breaking News : જામનગરમાં હેવાન પતિએ ગર્ભવતી પત્નિને માર્યો ઢોર માર ! બાળકનું થયુ મોત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 17, 2025 | 12:32 PM

જામનગરમાં હેવાન પતિએ તેની પત્નિ સાથે અમાનુષી વર્તન કર્યું હોય તેવી ઘટના સામે આવી છે. હેવાન પતિએ ગર્ભવતી પત્નીને જમવાની બાબતે ઢોર માર માર્યો હતો. જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી ભૂલ થતા પતિએ અમાનુષી વર્તન કર્યું હતુ.

આધુનિક યુગની શરુઆત થઈ ચૂકી છે પરંતુ કેટલાક લોકોની માનસિકતામાં સુધારો આવ્યો નથી. આવી જ એક હૈયુ હચમચાવતી ઘટના જામનગરમાંથી સામે આવી છે. જામનગરમાં હેવાન પતિએ તેની પત્નિ સાથે અમાનુષી વર્તન કર્યું હોય તેવી ઘટના સામે આવી છે.

હેવાન પતિએ ગર્ભવતી પત્નીને જમવાની બાબતે ઢોર માર માર્યો હતો. જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી ભૂલ થતા પતિએ અમાનુષી વર્તન કર્યું હતુ. પત્નીને ઢોર માર મારી પેટના ભાગે પણ માર માર્યો હતો. પ્રાપ્તથતી માહિતી અનુસાર પત્નીને પાંચ માસના ગર્ભમાં રહેલી બાળકનું મૃત્યુ થયુ છે. પતિ લક્ષ્મણ સોલંકી સામે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

પતિ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે જામનગર શહેરના પ્રભાતનગર વિસ્તારમાં પતિએ ગર્ભવતી પત્નીને માર મારતા બાળકનું મોત નિપજ્યુ છે. પત્નીએ જમાવાનું બનાવવામાં ભૂલ કરતા હેવાન પતિને ગુસ્સો આવ્યો હતો. જેના કારણે તેને તેની પત્નિને પેટના ભાગે પણ માર માર્યો હતો.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો