વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓ અંગે ગૃહપ્રધાને સ્થળ નિરીક્ષણ કર્યું, GMDC ગ્રાઉન્ડ ખાતે પાર્કિગ-સુરક્ષા સહિતના મુદ્દે સમીક્ષા કરી
આ તૈયારીઓ અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવી GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા જ્યાં પાર્કિગ અને સુરક્ષા સહિતના મુદ્દે સમિક્ષા કરી હતી. આ ઉપરાંત તેઓ સરદાર પટેલ સ્ટેડિયમ પણ પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર આગામી (PM MODI) 11 અને 12 માર્ચે ગુજરાત (Gujarat) આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ તૈયારીઓ અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi)સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવી GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા જ્યાં પાર્કિગ અને સુરક્ષા સહિતના મુદ્દે સમિક્ષા કરી હતી. આ ઉપરાંત તેઓ સરદાર પટેલ સ્ટેડિયમ પણ પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 11 માર્ચે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDCમાં યોજાનારા પંચાયત મહા સંમેલનમાં હાજરી આપશે. જ્યારે 12 માર્ચે તેઓ ખેલમહાકૂંભનો પ્રારંભ કરાવશે.
ખેલ મહાકુંભમાં રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે. પોતાના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પોતાના માતા હીરા બા સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.
પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે ગઈકાલે રાત્રે ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ (BJP) કોર ગ્રુપની મળી બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત પીએમ મોદીના પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત અંગે ચર્ચા થઈ હતી. કમલમ ખાતે મોદી સાથે રાજ્યના સાંસદો અને ધારાસભ્યો સહિતના ટોચના નેતાઓની બેઠક યોજાશે જેમાં પીએમ મોદી મિશન 2022નું બ્યુગલ ફૂંકશે તેવું માનવામાં આવે છે. આ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે.
આ પણ વાંચો : Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના આગમનની પૂરજોશમાં તૈયારીઓ, 4 લાખ લોકો રોડ-શૉમાં જોડાશે : પાટીલ