Ahmedabad News : અમિત શાહે અને CM ભૂપેન્દ્ર પટેલે થલતેજમાં ઓક્સિજન પાર્કનું કર્યું લોકાર્પણ, જુઓ Video
અમદાવાદના થલતેજમાં બનાવેલા ઓક્સિજન પાર્કનું અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. ત્યાર બાદ તેમણે ઓક્સિજન પાર્કનું નિરીક્ષણ કર્યુ હતુ. શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે અને CM ભૂપેન્દ્ર પટેલે આજે થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. ત્યાર બાદ તેમણે ઓક્સિજન પાર્કનું નિરીક્ષણ કર્યુ હતુ. શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
‘મિયાવાકી’ પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે પાર્ક
અમદાવાદીઓને ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. ‘મિયાવાકી’ પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને મોટા વૃક્ષો પ્લાન્ટ કરી 9 કરોડના ખર્ચે આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ પાર્ક સૌથી મોટો છે.
આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી ઓછું હશે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નાનકડું જંગલ મુલાકારીઓને કુદરતી વાતાવરણની અનુભૂતી તો કરાવશે. આ સાથે જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકોને મોર્નિંગ વોક અને યોગા કરવા માટે અદભૂત માહોલ પૂરો પાડશે.