Rain News: ભારે વરસાદથી ડેમ થયો ઓવરફ્લો, હિંમતનગરના મેડીટીંબાથી જોડ્મેરુ રોડ ધોવાયો, જુઓ Video
સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદ અને હાથમતી નદીના પૂરના કારણે મેડીટીંબાથી જોડમેરુ જતો રસ્તો ધોવાઈ ગયો છે. રસ્તાના ધોવાઈ જવાથી બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદ અને હાથમતી નદીના પૂરના કારણે મેડીટીંબાથી જોડમેરુ જતો રસ્તો ધોવાઈ ગયો છે. રસ્તાના ધોવાઈ જવાથી બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનોને 3 કિલોમીટર વધુ ચાલવાની ફરજ પડી રહી છે. હાથમતી ઈન્દ્રાસી ડેમ ઓવરફલો થવાને કારણે આ સ્થિતિ ઉદભવી છે.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ અને હાથમતી નદીના પૂરના કારણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં મેડીટીંબાથી જોડમેરુ જતો રસ્તો ધોવાઈ ગયો છે. હાથમતી ઈન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પાણીનું પ્રમાણ વધી ગયું હતું. આ પાણીના પ્રવાહના કારણે રસ્તાની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ અને રસ્તો ધોવાઈ ગયો.
આ ઘટનાથી બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને ગ્રામજનોને 3 કિલોમીટર વધુ અંતર કાપીને જવું પડે છે. સત્તાવાળાઓને આ બાબતની જાણ કરવામાં આવી છે અને રસ્તાની સમારકામની કામગીરી શરૂ કરવાની સંભાવના છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
