Vadodara : કાળઝાળ ગરમી વચ્ચે ડભોઈમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો માહોલ, ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 28, 2025 | 2:07 PM

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી કરેલી માવઠાની આગાહી વચ્ચે વડોદરાના ડભોઈ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડભોઈમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી કરેલી માવઠાની આગાહી વચ્ચે વડોદરાના ડભોઈ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડભોઈમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા સ્થાનિકોને અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળી છે. એટલું જ નહીં ભર ઉનાળે શિયાળા જેવો માહોલ સર્જાયો હતો.

કમોસમી વરસાદની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત તો મળી છે. પરંતુ આ સાથે જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. જો કમોસમી વરસાદ પડે તો પાક બગડી જાય તેની ભીંતિ છે.

કમોસમી વરસાદની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ મહિનાના અંત અને એપ્રિલ મહિનાની શરૂઆત ગુજરાત માટે ખુબ જ ભારે રહી શકે છે.ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે તારીખ 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમીની શક્યતાઓ છે. ભારે પવન, મેઘ ગર્જના અને માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પવન ફૂંકાશે. દરિયા કિનારના વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સિઝનની પ્રથમ સાઈક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. જેના કારણે ગુજરાતના વાતારવણમાં પલટો જોવા મળી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 28, 2025 11:11 AM