Sokhda Haridham : હાઇકોર્ટનો સંતોને આણંદ અને મહિલાઓને નિર્ણયનગર સંત નિવાસમાં રાખવા વચગાળાનો આદેશ

ગુજરાત હાઇકોર્ટે સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સાહિતના પુરાવા જમા કરવા આદેશ આપ્યો છે. જયારે પ્રેમસ્વામી ,ત્યાગસ્વામી અને પ્રબોધસ્વામીને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો છે. તેમજ તમામ સંતોને સમાધાનનું વલણ રાખવા કોર્ટે આદેશ કર્યો છે. જ્યારે હાઇકોર્ટે આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા હોવાના કોર્ટે નોંધ કરી છે.

Sokhda Haridham : હાઇકોર્ટનો સંતોને આણંદ અને મહિલાઓને નિર્ણયનગર સંત નિવાસમાં રાખવા વચગાળાનો આદેશ
Gujarat Highcourt Haridham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 6:08 PM

ગુજરાતમાં(Gujarat) વડોદરાના સોખડા હરિધામનો (Sokhda Haridham) વિવાદ છેક હાઇકોર્ટે (Highcourt)સુધી પહોંચ્યો છે. જેમાં  હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. જેમાં હાઇકોર્ટે 130 સંતોને સાંભળ્યા બાદ અદાલતે સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવાનો આદેશ કર્યો છે. જ્યારે મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ આપ્યો છે. તેમજ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સાહિતના પુરાવા જમા કરવા આદેશ આપ્યો છે. જયારે પ્રેમસ્વામી ,ત્યાગસ્વામી અને પ્રબોધસ્વામીને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો છે. તેમજ તમામ સંતોને સમાધાનનું વલણ રાખવા કોર્ટે આદેશ કર્યો છે. જ્યારે હાઇકોર્ટે આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા હોવાના કોર્ટે નોંધ કરી છે.

જેમાં હરિના ધામમાં નીત નવા વિવાદ સર્જાઇ રહ્યા છે. જેમાં હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામી એમ બે જૂથમાં વહેંચાઇ ગયું છે અને અહીં સંતો તથા સત્સંગીઓ સંતોના બે જૂથોમાં કાર્યરત છે. સંસ્થાના કર્તાહર્તા એવા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ મંદિરમાં જૂથવાદ વધ્યો અને હરિધામ સોખડાની ગાદી હસ્તક કરવા બે જૂથો વચ્ચે કાવાદાવા શરૂ થયા એકબીજાનું નીચુ દેખાડવા બંને જૂથે આમને-સામને અનેક આક્ષેપ કર્યા અને નીતનવા વિવાદ શરૂ કર્યા છે.

ઉલ્લેખનિય છે કે હરિપ્રસાદ સ્વામીએ પોતાની હયાતીમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને સંસ્થાના સંચાલનની જવાબદારી સોંપી હતી. પરંતુ હરિધામમાં એક જૂથ પ્રબોધ સ્વામીને ગુણાતીત માને છે..અને પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકો પ્રબોધ સ્વામીને ગુરૂપદે સ્વીકારવા તૈયાર નથી. મહત્વપૂર્ણ છે કે મંદિરમાં ઘર કરી રહેલા જૂથવાદ મુદ્દે જે તે સમયે હરિપ્રસાદ સ્વામી લાલ આંખ કરી ચૂક્યા હતા અને તેથી જ હરિપ્રસાદ સ્વામીએ અન્ય ગુણાતીત ન હોવાનું નિવેદન આપીને ગર્ભિત ઇશારો કર્યો હતો..જોકે પોતાના ગુરૂનો ઉપદેશ ભૂલેલા સંતો સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે અને ધર્મનું રાજકારણ પોલીસ સ્ટેશન બાદ હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યું છે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો :  Panchmahal : યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

આ પણ વાંચો : Ahmedabad: ગૌતમ અદાણીને મળવા સામેથી તેમની ઓફિસે પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન, જાણો શું છે કારણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">