Panchmahal : યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

Panchmahal : યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 5:15 PM

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાતની એક દિવસની મુલાકાત દરમ્યાન મોડી સાંજે અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે.સાંજે તેઓ હયાત હોટલ પરત ફરશે. જ્યાંથી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં 22 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ચર્ચા કરશે.

ગુજરાતના પંચમહાલના(Panchmahal) હાલોલમાં યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને (Boris Johnson) જેસીબી કંપનીના પ્લાન્ટનું(JCB Plant) ઉદ્ધાટન કર્યું. બોરિસ જોન્સન જેસીબી મશીન પર પણ બેઠા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ પૂર્વે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી.. જ્યાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું અનાવરણ કર્યું. આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સહભાગી થઈ રહી છે.

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાતની એક દિવસની મુલાકાત દરમ્યાન મોડી સાંજે અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે. સાંજે તેઓ હયાત હોટલ પરત ફરશે. જ્યાંથી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં 22 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ચર્ચા થશે, જેમાં વ્યાપાર, ઉર્જા અને રક્ષા ક્ષેત્ર સહિતના વિષયો પર ચર્ચા થશે. 2035 સુધીના આયોજનને લઈ વેપાર ક્ષેત્રમાં મહત્વના રોકાણ સંબંધે ચર્ચા થશે.

યુકેના બોરિસ જોનસને ભારત અને યુકેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરશે..તો તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પણ ટીકા કરી હતી. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે રશિયા-યુક્રેન મુદ્દે વડાપ્રધાન મોદી સાથે વાત થતી જ રહે છે. સાથે જ તેમણે વિશ્વના દેશો શાંતિ માટે પ્રયાસ કરે તેવી પણ અપીલ કરી હતી

આ પણ વાંચો :  ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

આ પણ વાંચો :  જામનગરઃ સરકારી પોલીટેકનિક કોલેજને NBA તરફથી બે કોર્સને એક્રેડિટેશન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 21, 2022 05:14 PM
g clip-path="url(#clip0_868_265)">