ગોંડલના રાજાશાહી સમયના 125 વર્ષ જૂના બ્રિજની ધીમી કામગીરી મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી સખ્ત નારાજગી- વીડિયો

|

Feb 17, 2024 | 12:04 AM

ગોંડલના રાજાશાહી સમયના 125 વર્ષ જુના બ્રિજની ધીમી કામગીરીને લઈને હાઈકોર્ટ પણ અકળાઈ ઉઠી છે અને ધીમી કામગીરી સામે સખ્ત નારાજગી દર્શાવતા ગોંડલ નગરપાલિકા અને સરકારપના અધિકારીઓને વેધક સવાલ કર્યા છે. કોર્ટે એ પણ ટકોર કરી છે કે અમે લોકોના જીવ સાથે ચેડા ચલાવી નહીં લઈએ.

અમદાવાદ: ગોંડલના રાજાશાહી સમયના 100 વર્ષ અને 125 વર્ષ જુના બ્રિજ મામલે હાઈકોર્ટે સખ્ત નારાજગી દર્શાવી છે. બ્રિજની ધીમી કામગીરી મુદ્દે હાઈકોર્ટે નગરપાલિકા અને સરકારને સવાલ પૂછ્યા હતા. બ્રિજ કામગીરીની પ્રગતિ મુદ્દે સવાલ કરતા શહેરી વિભાગ, યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને લખેલા પત્ર અંગે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. હાઈકોર્ટે સવાલ કર્યો છે કે નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગના કાર્યમાં યુથ એન્ડ કલ્ચર વિભાગ શું કામ કરશે?

આ પણ વાંચો: મરાઠા અનામતથી OBC ક્વોટા પર શું પડશે અસર ? વાંચો ઈનસાઈડ સ્ટોરી

હાઈકોર્ટે એ પણ ટકોર કરી કે સંબંધિત કરેસમાં માત્ર સમય પસાર કરવાની વૃતિ હોય તેવુ જણાઈ રહ્યુ છે. કોર્ટે સવાલ કર્યો કે શા માટે આર્કિયોલોજિકલ વિભાગનો સંપર્ક નથી કરાયો. હાઈકોર્ટે એ પણ ધ્યાન દોર્યુ કે આ એવો પ્રશ્ન નથી કે વર્ષો સુધી પ્રતિક્ષા કરવી પડે. વધુમાં જણાવ્યુ કે હજારો લોકો આ બ્રિજ પરથી રોજ પસાર થાય છે. ત્યારે લોકોના જીવ સાથે ચેડા અમે ચલાવી નહીં લઈએ. હવે બહુ થયુ અમને ચોક્કસ સમય જોઈએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:02 am, Sat, 17 February 24

Next Video