Dang : ડાંગમાં મકાન વિભાગે બે મોટા પુલને જોખમી જાહેર કર્યા છે. ખાપરી નદીનો બોરીગાંવઠા પુલ અને ભેંસકાંતરી નજીકનો પૂર્ણા નદીનો પુલ બન્ને જોખમી હાલતમાં છે. તંત્રએ બ્રિજ જોખમી હોવાની જાહેરાત કરી પાટિયા તો લગાવી દીધા પરંતુ તેના અમલીકરણમાં ઠાગાઠૈયા જ છે. જાહેરાત થઈ ગઈ કે પુલ પર ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો : ભારતની આ જગ્યાઓ પર Dandiya Nightની અલગ જ હોય છે રોનક, જુઓ Photos.
પરંતુ હકિકતમાં પુલ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. હદ તો ત્યાં છે કે સરકારી એસટી બસ પણ જોખમી પુલ પરથી પસાર થાય છે તો પછી ખાનગી વાહનોની શું વાત કરવી.એક સરકારી ખાતાની જાહેરાત જ બીજા સરકારી ખાતાએ ગંભીરતાથી નથી લીધી. જોખમી પુલ પરથી પસાર થતા આ ભારે વાહન કંઈ દુર્ઘટના ન સર્જી દે તેની સ્થાનિકોને ચિંતા છે. પુલ પર સુરક્ષા ગાર્ડ મુકવા સ્થાનિકો માગણી કરી રહ્યા છે.
ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:57 pm, Sat, 12 August 23