Gandhinagar : દહેગામ- નરોડા હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ,જુઓ Video
ગાંધીનગરના દહેગામ અમદાવાદ રોડ પર નર્મદા કેનાલ પાસેના બ્રિજનો 40 ફૂટનો હિસ્સો સાતેક માસ અગાઉ તૂટી પડ્યો હતો. ત્યારબાદ આ માર્ગ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું અધિક જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. ત્યારે ગાંધીનગરના દહેગામ અમદાવાદ રોડ પર નર્મદા કેનાલ પાસેના બ્રિજનો 40 ફૂટનો હિસ્સો સાતેક માસ અગાઉ તૂટી પડ્યો હતો. ત્યારબાદ આ માર્ગ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું અધિક જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તેનો અમલ થતો ન હતો. જ્યારે બીજી તરફ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી પણ તૂટેલા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું ન હતુ.
રાજકોટ-સોમનાથ બ્રિજ પર પડ્યું ગાબડું
બીજી તરફ રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજની જ્યાં મસમોટું ગાબડું પડ્યું પણ તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. જેતપુરના જેતલસર પાસે રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે રોડની એક સાઈડ બંધ કરાઈ છે. આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
